ખંભાળિયાના ગાયત્રીનગરમાં રહેતા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની પુત્રીએ ઝેરી પાઉડર પી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાઇ હતી જયાં સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.મૃતકે ભાવિ પતિ સાથે કોઇ કારણસર ઝઘડો થતા મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.
આ બનાવના પગલે ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળીયાના ગાયત્રીનગરમાં સિકોતેર પાનની સામેની ગલીમાં રહેતા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન ધર્મેન્દ્રભાઈ હરિલાલ જોષીની પુત્રી હેમાંગીબેન (ઉ.વ. 22)ને તેના ભાવી પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થતા હેમાંગીબેનએ પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી પાવડર પી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મરણ જનાર હેમાંગીબેનની સગાઈ એકાદ વર્ષ પુર્વે ખંભાળિયામાં રહેતા એક યુવક સાથે થઇ હોય છેલ્લા ઘણા સમયથી કોઈ કારણસર તેના ભાવિ પતિ સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લેતા અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવના પગલે મરણ જનાર હેમાંગી બેનનું મરણોત્તર નિવેદન લઇ પોલીસે તેના ભાવિ પતિ વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.