• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Khambhaliya Has Become A Pothole Town, Huge Gaps On Roads Everywhere, People Are Suffering From Potholes And Rocky Roads Everywhere.

આક્રોશ:ખંભાળિયા બન્યું ખાડાનગર, ઠેર-ઠેર માર્ગો પર મસમોટા ગાબડા, ઠેર-ઠેર ખાડા ખડબાવાળા માર્ગોથી લોકો ત્રસ્ત

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તાર સહિત આજુબાજુના માર્ગો સાથે ગ્રામ્ય પંથકના રસ્તા બન્યા ખખડધજ
  • અમુક માર્ગો પર કાચા થીંગડાથી માર્ગો પર આવા ગમન કરવુ વધુ દુષ્કર બન્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિત આજુબાજુના પંથકના મોટા ભાગના માર્ગોમાં દિન પ્રતિદિન ઠેર ઠેર ખાડાઓનો વ્યાપ વધતો જોવા મળે છે.ખંભાળીયા શહેરી વિસ્તાર ઉપરાંત ચારેય વાડી વિસ્તારની ગ્રામ પંચાયતો-ધરમપુર, રામનગર, હર્ષદપુર, શક્તિનગર સહિત સલાયા પંચાયતને બાદ કર્યા બાદ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં એ હદે ખાડા વકર્યા છે કે હવે માર્ગ કયાં છે ? એ પણ જાણે કે શોધવુ પડે.વાહન ચાલકો લાખ કોશિષ કરે પરંતુ એટલી હદે ખાડા છે કે વાહન તારવીને ચલાવવુ ભારે મુશ્કેલ બની શકે છે. ત્યારે અનેક વાહનોના પટકાવવાના કારણે સ્ટેઇરિંગ તૂટી પડ્યાના દાખલા મોજુદ છે.

જેના કારણે લગભગ દરેક ભાડૂતી વાહને રૂપિયા પાંચસોથી પંદરસો રૂપિયા વેરેન્ટેઝ પણ આવતુ હોવાનો આક્રોશ વાહનચાલકો વ્યકત કરી રહયા છે.આવી જોખમી સંભવત જીવલેણ સમસ્યા છતાં સ્થાનિક રાજકારણ આ અંગે ચુપકીદી સેવી રહ્યું છે. જયારે લોકો સમસ્યા યાદ ના કરે એટલે આ જોખમી સમસ્યા પર ઢાંક પીછોડું કરી રહ્યું છે. જયારે આ બદતર માર્ગોની હાલાત અત્યંત ખખડધજ હોવાથી જટીલ સમસ્યાથી લોકો એટલા કંટાળી ગયા છે કે લોક માનસ પર એવી માન્યતા ભૂમિત થઈ રહી છે કે તમામ રાજકીય પક્ષો એક સરખા છે. પ્રજાની આ જોખમી સમસ્યા છતાં કોઈ યોગ્ય કરતું નથી. આશ્રયની બાબત એ છે કે માર્ગો બનાવવા અઢળક નાણાં વપરાયા છે.

પરંતુ માત્ર દોઢ બે માસથી અવધિ માં જ માર્ગોમાં ખાડા ખાડા થઈ જાય છે. આ મુજબ વર્ષ કે સવા વર્ષમાં ત્રણથી ચાર વખત માર્ગો બનાવવામાં આવ્યા છે. પરંતુ હાલ જોખમી સ્થિતિ હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.બીજી બાજુ સત્તાધારીઓ દ્વારા જેને કથિત રીતે પોતાના સમજી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા એમના જ સ્વાર્થના કારણે સત્તાધારીઓને ઘણું સહન કરવાનું થશે એવો આક્રોશ આમલોકો વ્યકત કરી રહયા છે.જયારે તમામ પંચાયતોની સ્થિતિ સાથે છછુદર ગળ્યા જેવી છે.વારંવાર માર્ગોની ગ્રાંટ મેળવ્યા બાદ હવે ગ્રાંટની માંગણી પણ મૂકી શકાતી નથી અને જનતાની જવાબ પણ દેવાતો નથી.

માર્ગો પર કાચી મોરમ ઠલવાતા હાલત વધુ બદતર
ખંભાળિયા પંથકના સીમાડે આવેલા અમુક સ્થળોએ તો પંચાયતો દ્વારા ખાડા પૂરવા ડામર કે સિમેન્ટની બદલે મકાનનો ડૂચો તથા માટીની બૈચડ નાખતા માર્ગીની સ્થિતિ ઉંટની પીઠથી પણ વધુ અટપટી બની ગઈ છે એવાે આક્રોશ માર્ગો પરથી પસાર થનાર વાહન ચાલકો વ્યકત કરી રહ્યા છે. સાથો-સાથ વાહનચાલકોમાં ભારે રોષ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...