વરસાદની ધમાકેદાર બેટીંગ:ખંભાળિયા પંથકના મુશળધાર બે ઇંચ વરસાદ વરસ્યો, સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ

દ્વારકા ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય ખંભાળિયામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા છે. એકાદ માસના મેઘ વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસ થયા દરરોજ નોંધપાત્ર વરસાદનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો. આજે દિવસ દરમિયાન ખંભાળિયા પંથકમાં ગરમી ભર્યા માહોલ બાદ ઘટાટોપ વરસાદી માહોલ છવાયો હતો અને વીજળીના ગડગડાટ સાથે સતત એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આમ, આજે એક કલાકના સમયગાળામાં બે ઇંચ (48 મી.મી.) જેટલો વરસાદ વરસી ગયો હતો. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સાડા 48 ઈંચ (1212 મી.મી.) થવા પામ્યો છે. ખંભાળિયા પંથકમાં આ વર્ષે માગ્યા મેહ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...