વચનોની લ્હાણી:કેજરીવાલે ફ્રી વીજળી- રોજગારની વાતો કરી ઇસુદાને કહ્યું, ખંભાળિયાને સિંગાપુર બનાવીશ

ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયામાં એઇમ્સને ટક્કર મારે તેવી હોસ્પિટલ બનાવવાની બાહેંધરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં દ્વારકા હાઇવે પર કુવાડીયા ગામના પાટિયા પાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખંભાળીયા - 81ના ઉમેદવાર ઇસુદાન ગઢવી અને દ્વારકા - 82ના ઉમેદવાર લખુભાઈ સતવારાના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને દ્વારકા જિલ્લાની બન્ને બેઠકના ઉમેદવારને ચૂંટી કાઢવા અપીલ કરી હતી અને વીજળી ફ્રી, રોજગારી, બેરોજગારો અને મહિલાઓને ભથ્થુ તેમ જ આરોગ્યની ગેરન્ટી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 75 વર્ષમાં ખંભાળિયાના કોઈ પણ ઉમેદવાર મુખ્યમંત્રી નથી બન્યા.

આજે ખંભાળિયાના ઉમેદવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે એ ખંભાળિયા માટે ગર્વની વાત છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપની સરકાર બનતા જ ખંભાળિયામાં એઇમ્સને ટક્કર મારે એવી હોસ્પિટલ બનશે. ખંભાળિયાને સિંગાપુર બનાવી દઈશ. ખેડૂત, વેપારી, મધ્યમ વર્ગ તમામ વર્ગને એક મોકો આપવા અપીલ કરી હતી અને સરકાર બનતાની સાથે તમામ સમસ્યાનું નિવારણ લાવવાની બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...