કલ્યાણપુર તાલુકા પંથકની એક કોલેજીયન યુવતી કોલેજથી એકલી પોતાના ઘર તરફ જતી હતી તે વેળાએ ભાટિયા ગામના બે શખ્સોએ આ યુવતીની છેડતી કરી સેલ્ફી ફોટા પાડી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કલ્યાણપુર ના નંદાણા પંથકમાં રહેતા એક પરિવારની યુવતી કોલેજથી એકલી પોતાના ઘરે ચાલીને જતી હતી તે વેળાએ ભાટિયા ગામના આરોપી રાણા પાલા માતંગ તથા દિનેશ જગદીશ માતંગ નામના શખ્સોએ તેણીનો પાછળ પાછળ પીછો કર્યો હતો. આરોપી રાણા માતંગએ આ યુવતીનું પાછળથી હાથ પકડી શરીરે અડપલાં કરી મોબાઈલમાં સેલ્ફી ફોટો પાડ્યો હતો. એટલું જ નહીં આરોપી દિનેશ માતંગએ પાછળથી વીડિયો શુટિંગ ઉતારી તેણીની આબરૂ લેવાના ઇરાદે નિર્લજ હુમલો કર્યો હોવાનો બનાવ પણ બહાર આવ્યો છે.
વધુમાં આરોપીઓએ અવાર નવાર ખરાબ નજરે જોઈ બદનામ કરવાના ઇરાદે હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આ સમગ્ર મામલે પોલીસે યુવતીની ફરિયાદ પરથી ઉપરોક્ત બન્ને શખ્સો વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.