માર્ગદર્શન:ખંભાળિયામાં પશુપાલન અને આત્મા પ્રોજેકટની સયુંકત મિટિંગ

ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

ખંભાળિયામાં જિલ્લા પંચાયતમાં ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને આત્મા પ્રોજેકટની સયુંકત મિટિંગ યોજાઈ હતી. જેમાં આત્મા ખેડૂત મિત્ર અને સંયોજકને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ કઈ રીતે વધારી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી. ખંભાળિયા જિલ્લા પંચાયત કલેક્ટર અધ્યક્ષ સ્થાને ખેતીવાડી, પશુપાલન, બાગાયત, અને આત્મા પ્રોજેકટની સયુંકત મિટિંગ યોજવામાં આવી હતી.

આ મિટિંગ અંતર્ગત કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે અધિકારી તેમજ આત્મા ખેડૂત મિત્ર અને સંયોજકને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ કઈ રીતે વધારી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી. આ મિટિંગને સફળ બનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી અને પ્રોજેકટ ડાયરેકટ આત્માએ જહેમતી ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...