ખંભાળિયામાં ગણેશોત્સવની ઉજવણી:ગણપતિમાં શ્રીનાથજીની ઝાંખી તથા અન્નકૂટ દર્શન યોજાયા; મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટ્યાં

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના ગાડીત પાડા વિસ્તારમાં જૂની લોહાણા મહાજન વાડી ખાતે ગાડીત પાડા યુવક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાજન વાડીના હોલ ખાતે સ્થાપિત ગણેશજીને ગઈકાલે સાંજે અનેકવિધ પ્રકારની વાનગીઓ સાથેના ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શન યોજવામાં આવ્યા હતા. અહીં ફૂલોની રંગોળીએ સારું એવું આકર્ષણ જગાવ્યું હતું.

આ પૂર્વે પ્રથમ દિવસે બુધવારે રાત્રિના સમયે જાણીતા કલાકાર જલ્પેશ માંકડ તથા તેમની ટીમના શ્રીનાથજીની ઝાંખીના ધાર્મિક કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. ત્રણ દિવસ સ્થાપિત આ ગણપતિની મંગલ પૂર્ણાહુતી આજરોજ સાંજે થશે. આ પ્રસંગે ધામધૂમપૂર્વક ગણપતિ વિસર્જન બાદ સમુહ પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયાના ૐ ગ્રુપ દ્વારા ગણપતિ સ્થાપનમાં રામ મંદિરની ઝાંખી
ખંભાળિયાના નવાપરા શેરી નંબર- 1 ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસના આ ગણપતિ મહોત્સવમાં દરરોજ અનેકવિધ દર્શન યોજવામાં આવે છે. આ સ્થળે ગઈકાલે ગુરુવારે સાંજે અયોધ્યા રામ મંદિરના સુંદર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં આસપાસના રહીશોએ લીધો હતો. ત્રણ દિવસના આ ગણપતિ મહોત્સવમાં આજે સાંજે વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...