ફરિયાદ:કલ્યાણપુરના ધૂમથર ગામે જેટકો કંપનીના વીજપોલ ઉભા કરવાની કામગીરીમાં રૂકાવટ

ખ઼ભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે મંડળી રચી કામ બંધ કરાવી ફરજમાં રૂકાવટ કર્યાની ડઝનેક સામે ફરિયાદ નોંધાઈ

કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામે રહેતા આરોપી માંડણ રામાભાઈ ભોચિયા તથા નિન્દ્રેશ માંડણભાઈ ભોચિયાનાકબ્જા ભોગવટાની માલિકીની ધૂમથર ગામની સીમમાં આવેલ રે.સર્વે.નં-44 વાળી જમીનમાં જેટકો કંપનીની 400 કેવી ડીસી વિજલાઈનના ટાવર ઉભો કરવાની કામગીરી ચાલુ કરાઇ રહી હતી.

જે દરમ્યાન ઉપરોક્ત આરોપીઓએ સરકારના નિયમ મુજબ વળતર નહિ સ્વીકારી વધુ વળતરની માંગણી કરી હતીઅને વધુ વળતર મેળવવા સારું અન્ય આઠથી દસ માણસો સાથે અગાઉથી પૂર્વયોજિત કાવતરું રહ્યું હતું. આ કાવતરું પાર પાડવા આરોપીઓ એક સંપ થઇ ગેરકાયદે મંડળી રચી ટાવરનું કામ બંધ કરાવ્યું હતું.એટલું જ નહીં આરોપીઓ દ્વારા ફરજ પર રહેલા પોલીસ કર્મચારીના હુકમની અવગણના કરી ફરિયાદી કૌશિક ભટાચાર્ય તથા સાહેદોની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી અભદ્ર વર્તન કર્યું હતું.

વધુમાં આરોપી નિન્દ્રેશએ જેટકો કંપનીના ટાવરના ફાઉન્ડેશનમાં સપોર્ટ માટે લગાડવામાં આવેલ લોખંડના પાઇપ કાઢી નાખી નુકશાન કરી બે હજારની કિંમતના ચાર પાઇપ ચોરી કરી લઈ જતા આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે કૌશિક ભટાચાર્યની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તમામ શખસો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...