સુવિધા:જામખંભાળિયામાં રૂા.3 કરોડના ખર્ચે બનેલા નાઈટ શેલ્ટર હોમનું લોકાર્પણ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિના મુખ્ય મથકમાં ઘરવિહોણા લોકોનું તમામ સગવડો સાથે આશ્રયસ્થાન

ખંભાળિયા પાલિકા દ્વારા કેન્દ્ર સરકારની નેશનલ અર્બન લાઈવલી ફૂડ મિશન યોજના અંતર્ગત જડેશ્વર રોડ પર ત્રણેક કરોડના ખર્ચે નાઈટ શેલ્ટર હોમ ઘર વિહોણા લોકો માટે આશ્રયસ્થાનનું નિર્માણ થતું હતું. તે પૂર્ણ થતાં તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

આ કરોડોના ખર્ચે બનેલા શેલ્ટર હોમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ તથા લિફ્ટ,પ્રથમ માળ પર ડાઇનિંગ હોલ, કિચન, ટોયલેટ, વૃદ્ધ આશ્રિતો માટે આઠ રૂમ, પરિવાર શયનગૃહ, ચાર, સ્ત્રીઓ માટેના શયનગૃહ બે તથા બીજા માળે કોન્ફરન્સ રૂમ, સ્ટોરરૂમ વૃદ્ધ આશ્રિતો માટે 10 રૂમો તથા પુરૂષો માટે બે તથા પરિવારો માટે ચાર શયનગૃહો રાખવામાં આવ્યા છે.

અહીં સરકારી સહાય જેમકે વૃદ્ધ પેન્શન યોજના, ઇ શ્રમ કાર્ડ, જરૂરત મુજબ ઇમરજન્સી સેવા, વિધવા પેન્શન સહાય, જનધન બેંક ખાતું, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ તથા મેડિકલ ચેકઅપની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...