કાર્યવાહી:ખંભાળિયામાં સામાન્ય સભામાં મોકાની જગ્યા માનીતાઓને ભાડેપટ્ટે આપવાના ઠરાવથી ચકચાર

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરોધ કરી રહેલા મજૂરોની અટક કરતી પોલીસ - Divya Bhaskar
વિરોધ કરી રહેલા મજૂરોની અટક કરતી પોલીસ
  • બીજી બાજુ ​​​​​​​સત્તાધિશો​​​​​​​ માટે મોંઘી ફોર વ્હીલર લેવાના ઠરાવથી પણ લોકોના ભવાં અદ્ધર થયા !

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાનાં પ્રમુખ ભાવનાબેન પરમારની અધ્યક્ષાતામાં ચીફ ઓફીસર રઘજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલિકા હોલ ખાતે યોજાઈ હતી. જેમાં એજન્ડામાં કુલ 46 આઈટેમો તથા એક પ્રમુખ સ્થાનેથી મળી કુલ 47 ઠરાવો સર્વાનુમતે પસાર થયા હતા.

ગત મિટીંગની બહાલી સફાઈ કામદારા અશોક ગોકળ તથા કલાર્ક સુરેશ દવેની નિવૃતી મંજુર કરવા, રોજમદાર કર્મચારીઓની ગ્રેચ્યુઈટીની રકમ ભરવા, મોબાઈલ ટોયલેટ રીપેરીંગ કરવા, એકવીસ નવી હાથલારી ખરીદ કરવા, બ્રેકર ખરીદ કરવા, 55 ઈંચનુ એલ.ઈ.ડી. ટી.વી. ખરીદવા, પાણીનાં ટેન્કર તથા નળ કનેકશનોનો ચાર્જ નકકી કરવા, બીપીનભાઈ દાવડા સહિત છ આસામીઓની ભાડાપટા જમીનોના દસ્તાવેજ કરવાના ઠરાવો પસાર થયા હતા.

મિટીગમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા જિલ્લા કલેકટર પાસેથી જમીન મેળવવા, ખંભાળિયા એરીયા ડેવલપેમેન્ટ માટે સરકારમા દરખાસ્ત કરવા, નગરપાલિકાની માલીકીની જગ્યામાં સરકાર અંગે પીટીશન દાખલ કરવા, પોરબંદર રોડ પર 120 વર્ષ જુનો કેનેડી પુલ નવો બનાવવા સરકારમાં દરખાસ્ત કરવા, 14માં નાણાપંચ, 15માં નાણાપંચ, વ્યવસાય વેરા ગ્રાંટ, અન્ય ગ્રાટોમાંથી વિકાસ કાર્યો કરવા, ઘી નદી ડેમ પરની તમામ પાણીની મેઈન ટાંકીઓ ફરતે દિવાલો કરવા, ચાર રસ્તાથી ખામનાથ નવા રોડનાં ડીવાઈરમાં વૃક્ષો વાવવા, પાલિકા ટાઉનહોલને અટલ બિહારી વાજપાઈ નામ આપવા, પાલિકા બિલ્ડીંગોમાં સોલાર પેનલની દરખાસ્ત કરવા, પાલિકાનાં સદસ્યો તરફથી આવેલા વિકાસ કાર્યો અંગે યોગ્ય કરવા તેમજ ફોર વ્હીલર લેવા અધ્યક્ષસ્થાનેથી સહિતના ઠરાવો કરવામાં આવ્યા હતા.

નગરપાલિકાના વિવાદાસ્પદ ઠરાવથી ઉહાપોહ
નગરપાલિકાના સત્તાધીશોનો વિકાસ થતો હોય તેમ નગરપાલિકાના સત્તાધીશોના ઉપયોગ માટે મોંઘેરી દાર ફોર વ્હીલ ખરીદવાનો એક ઠરાવ ઉપરાંત કેટલાક સભ્યોને સાચવવા માટે બીજો ઠરાવ 6 જેટલા આસામીઓની હજારો ફૂટ ભાડાપટ્ટાની જગ્યા કાયદેસરની વેચાણ આપવાનો ઠરાવ થતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. જોકે પ્રજાની વચ્ચે પારદર્શકતા દર્શાવવા માટે જંત્રીના ભાવે જગ્યાની રકમ ભરપાઈ કરી મૂળ માલિકોને વેચાણથી દસ્તાવેજ કરી દેવા ઠરાવ કરવામાં આવ્યો છે.

પરંતુ બીજી બાજુ જોવા જોઈએ તો છમાંથી ત્રણથી વધુ જગ્યા જેમાં નગરગેઇટ જેવા ધમધમતા વિસ્તારમાં પ્રેમજી ઓધવજી રાડીયા, ઉપરાંત વિજય સિનેમા પાસે આવેલ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ નકુમની જગ્યા, એસ.ટી.ડેપો સામે આવેલ બિપિન કુમાર દાવડા સહિત કુલ 6 આસામીઓને માત્ર જંત્રીના ભાવે દસ્તાવેજ કરી આપવા અને વેચાણ આપવાનો ઠરાવ થતા ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...