દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરી લોકશાહીના આ અવસરમાં ભાગીદાર થાય તે માટે જિલ્લા ચુંટણી શાખા દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે આવેલી જી.એમ.ડી.સી. ઉ.મા. શાળામાં છાત્રોએ માનવસાંકળ રચી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે આવેલી જી.એમ.ડી.સી. ઉ.મા. શાળામાં છાત્રો દ્વારા માનવસાંકળ રચવામાં આવી હતી. કલ્યાણપુરના મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદારના માર્ગદર્શન હેઠળ શાળામાં કાર્યરત મતદાર સાક્ષરતા ક્લબ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ઉપઆચાર્ય દેવેન્દ્ર ચુડાસમા, મતદાર સાક્ષરતા ક્લબના કન્વીનર જીતેશ ગોકાણી, શિક્ષકો સાથે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
છાત્રોને અવસર કેમ્પેઇનથી માહિતગાર કરાયા
આ ઉપરાંત અચૂક મતદાન કરવાના બેનર પણ તૈયાર કરવામાં આવ્યા હતાં. આ સાથે કન્વીનર જીતેશ ગોકાણી દ્વારા છાત્રોને અવસર કેમ્પેઇન વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં વાલીઓ તથા અન્ય લોકોને પણ મતદાન કરવા અંગે પ્રેરિત કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.