• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • In Kotha Visotri Village, The Drunken Old Man Was Settled By His Wife; Tired Of Being Harassed Every Day, Doubting His Character, He Took A Violent Step

પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું:કોઠા વિસોત્રી ગામે દારૂડીયા વૃદ્ધને પત્નીએ જ પતાવી દીધો; ચારિત્ર્યની શંકા કરી દરરોજ હેરાન કરતા કંટાળીને હિંસક પગલુ ભર્યું

દ્વારકા ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે દારૂ પીવાની આદત ધરાવતા 65 વર્ષના વૃદ્ધને તેના પત્નીએ મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો હતો. મૃતકના બહેન દ્વારા મૃતકના પત્ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સૂતી વખતે મોઢા ઉપર ઓશીકું દબાવી દીધું
ખંભાળિયાના કોઠા વિસોત્રી ગામે રહેતા લાલજીભાઈ રણછોડભાઈ જાડેજા ઉ. વર્ષ 65 દ્વારા અવાર નવાર તેમની પત્ની સાથે ઝઘડો બાળકોને બિભત્સ ગાળો આપવામાં આવતી હતી. તથા મંગળવારના સવારે લાલજીભાઈને તેના પત્નિ જ્યોત્સનાબેન સાથે બોલાચાલી થઈ હતી, તથા અવારનવાર ચારિત્ર્ય બાબતે શંકા કરવામાં આવતા, રોજની માથાકૂટથી કંટાળેલા જ્યોત્સનાબેને લાલજીભાઈના મોઢા ઉપર ઓશીકું દબાવી દેતા તેમનો શ્વાસ રૂંધાઇ ગયો હતો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે વિવિધ કલમો નોંધી તપાસ હાથ ધરી
દારુ પ્રકરણમાં ઝડપાયેલા પુત્રને સલાયા પોલીસે અટક કરતા તેને છોડાવવા માટે માતા જ્યોત્સનાબેન તથા તેમના પુત્રી હર્ષિદાબેન ગયા હતા. માતા પુત્રી સલાયા પોલીસ સ્ટેશનને ગયા બાદ તેમના ઘરની બાજુમાં રહેતા લાલજીભાઈના બહેને રંભીબેન ઉર્ફે લીલીબેન મેઘજીભાઈ માનજીભાઈ પરમાર, પોતાના ભાઇ લાલજીભાઈને ચા પાણીનું પૂછવા ઘરે જતા તેઓ મૂર્છિત હાલતમાં પડ્યા જોઇ તથા તેના શરીર પર માખી તથા કીડાઓ જોવાથી રંભીબેને તેમના પતિ મેઘજીભાઈને આ બાબતની જાણ કરી હતી. તેથી પરિવારજનો ધટના સ્થળે એકત્ર થયા હતા. અને લાલજીભાઈની પત્ની તથા પુત્રી પરત આવતા, તેમના હાવભાવ શંકાસ્પદ લાગતા પરિવારે પૂછપરછ આદરી હતી, જેમા લાલજીભાઈના પુત્રી હર્ષિદાએ હકીકત વર્ણવી હતી. આ અંગે રંભીબેન ઉર્ફે લીલીબેન પરમારે સલાયા પોલીસને ફરિયાદ કરતા, સલાયા મરીન પોલીસે જ્યોત્સનાબેન લાલજીભાઈ જાડેજા સામે મનુષ્યવધની કલમ 302 મુજબ ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...