• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • In Khambhaliya, The Young Man Repeatedly Raped The Girl Against Her Will; A Friendship Agreement Was Made By Threatening To Kill

નરાધમ શખ્સની કાળી કરતૂત:ખંભાળિયામાં યુવતીની મરજી વિરુદ્ધ યુવકે અવારનવાર દુષ્કર્મ આચર્યું; મારી નાખવાની ધમકી આપી મૈત્રી કરાર કરાવ્યા

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા તાલુકાના ગામે રહેતી 29 વર્ષની એક યુવતીએ ઓસમાણગની ભખર ગજ્જણ નામના શખ્સ સામે છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજારી, બ્લેકમેલ કર્યાની તથા બળજબરીપૂર્વક મૈત્રી કરાર કરવા અંગેની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી
આ સમગ્ર પ્રકરણ અંગે યુવતી દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ત્રણેક વર્ષ પૂર્વે તેણીના ઘરમાં કોઈ ન હોવાથી આરોપી ઓસમાણગનીએ તેણીના ઘરમાં પ્રવેશ કરી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આ દુષ્કૃત્ય કરી અને ફરિયાદી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અવારનવાર તેણીના રહેણાંક મકાનમાં આવી અને શરીર સંબંધ બાંધી, તેણીને ડરાવી-ધમકાવીને તેણીના નગ્ન ફોટાઓ તથા વીડિયો ઉતારી લીધો હતો.

બળજબરીપૂર્વક મૈત્રી કરારમાં અંગૂઠાનું નિશાન લઈ લીધું
આ ફોટા અને વીડિયોથી તેણીને બદનામ કરવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ આરોપીએ તેણીને સલાયાથી જામનગર, ત્યાંથી રાજસ્થાન-અજમેર લઈ અને પુનઃ જામનગર સુધી અપરણ કરી ગયો હતો. અહીં આરોપી શખ્સએ ફરિયાદી યુવતીને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મૈત્રી કરારમાં અંગૂઠાનું નિશાન લઈ લીધું હતું. અવારનવાર તેણીને માર મારી દુષ્કર્મ ગુજાર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આઈપીસી કલમ 366, 376 (એન), 323 447 506 2 વગેરે મુજબ ગુનો નોંધી આગળની તપાસ સલાયાના પી.આઈ. અક્ષય પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...