કાર્યવાહી:ખંભાળિયામાં સાડા સાત લાખ વ્યાજે આપી પઠાણી ઉઘરાણી કરી રૂા. 1.15 કરોડ કઢાવ્યા

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોકસાઇટ પ્લાન્ટમાં બળજબરીથી ભાગીદાર બન્યા , પિતા - પુત્ર સામે ગુનો

રાજ્યભરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશોના પગલે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય દ્વારા ખંભાળીયાના ટાઉન હોલ ખાતે વ્યાજ વટાવ અંગે લોક દરબાર યોજાયો હતોે.જેમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ભોગ બનેલા લોકો ભય રાખ્યા વગર આગળ આવી રજુઆત કરવા જનતાને જણાવ્યું હતું.

જે બાદ ખંભાળીયાના એક કારખાનેદારે સાડા સાત લાખના 1.15 કરોડ ઉઘરાવી લીધા પછી પણ ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.હજુય વધુ કેટલીક વ્યાજખોરીની ફરીયાદો થાય તો નવાઇ નહી એમ સુત્રો જણાવી રહયા છે.

પોલીસ દફ્તરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળીયાના સતવારા વાડ ખાતે રહેતા અને જામનગર હાઈવે પર માતૃકૃપા કેલ્શ્યમ ઇન્દ્રસ્ટ્રીઝના નામથી બોક્સાઇટ કિલન ચલાવતા અશોકભાઈ સવજીભાઈ કછટીયાએ વર્ષ 2008માં હમીર જોધા ચાવડા પાસેથી સાડા સાત લાખ માસિક 6 ટકા વ્યાજે લીધેલ હતા. માસિક 45 હજાર વ્યાજની વાત મુજબ 2011 સુધીમાં 16.20 લાખ જેટલા આપ્યા હતા ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ નબળી બનતા નિયમિત વ્યાજના રૂપિયા ન ચૂકવી શકતા હતા.

હમીર જોધા ચાવડા અને તેમના પુત્ર અર્જુન ચાવડા દ્વારા 2013 માં 27 લાખનું વ્યાજ આપવાનું કહી ડરાવી ધમકાવી મોતનો ભય બતાવી મારી નાખવાની ધમકી આપીને પઠાણી ઉઘરાણી કરીને અશોકભાઈના બોક્સાઇટના પ્લાન્ટમાં બળજબરીથી ભાગીદારી કરાવી લીધી અને પ્લાન્ટનો હિસાબ સંભાળતા મેતાજી સંજયભાઈ મેઘનાથી તેમજ ફરિયાદી અશોકભાઈ કછટીયાને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી અલગ અલગ સમયે ફુલ 11525000 જેટલી રકમ બળજબરીથી કઢાવી લીધાનુ પણ ફરીયાદમાં જાહેર થયુ છે.

ફરિયાદીના યુનિયન બેંક ખાતાના 11 કોરા ચેક તથા આઈ.સી.આઈ બેંકના પાંચ લાખ જેટલી રકમ ભરેલ બે ચેકો પર સહીઓ કરાવી આરોપીઓ દ્વારા આ ચેકો તેમની પાસે રાખીને હજુ વધુ રૂપિયા પડાવી લેવાના ઇરાદે વધુ રોકડ રકમની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યા અંગેની ધોરણસરની ફરિયાદ અશોકભાઈ કછટીયાએ વિનાયક સોસાયટીમાં રહેતા હમીર જોધા ચાવડા અને તેમના પુત્ર અર્જુન હમીર ચાવડા વિરુદ્ધ નોંધાવી છે.

ખંભાળીયા પોલીસે આ સમગ્ર મામલે મની લેન્ડર્સ એકટ કલમ સહિત 386, 504, 506(2), 114 મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ પી. એસ.આઇ એન.એચ જોશી દ્વારા હાથ ધરાઇ છે. હજુ વધુ કેટલી વ્યાજ વટાવ અંગે ફરિયાદ થાય તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...