દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં પાંચ કરોડના ખર્ચે નવા રોડ-રસ્તા બનાવાશે.જેની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થતા થોડા સમયમાં જ કામ શરૂ થશે એમ મનાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં પાલિકા દ્વારા શહેરના બાકી રસ્તા નવા બનાવવા માટેના કાર્યોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન આવેલા ભાવોમાંથી નિયમાનુસાર મંજુર કરીને પ્રક્રિયા પૂર્ણ કરીને કામો માટે હુકમો કરવામાં આવતા થોડા સમયમાં પાંચેક કરોડના ખર્ચે નવા રોડ રસ્તાના કામો શરૂ થશે.
નવા મંજુર થયેલા કામોમાં ચાર રસ્તાથી જડેશ્વર મંદિરથી આગળ સ્ટેશન રોડ સુધી સી.સી.રોડ, બજાણા રોડ પર જોધપુર ગેઇટથી ભગવતી હોલના રસ્તે સી.સી.રોડ, મહાપ્રભુજીથી બેઠકનો રોડ શારડા સિનેમાથી બગીચા પાસેથી બેઠક સુધીનો રોડ, જોધપુર ગેઇટ જૂની ખડપીઠ પાસેનો રસ્તો, નગર ગેઇટ, હરભોલે વાળી ગલી, હર્ષદ મંદિર પાછળની શેરી, ચાર રસ્તે ડો.કણઝારીયા વાળી ગલી, રેસ્ટ હાઉસ પાસે પરિમલભાઈ નથવાણીના ઘર વાળો રસ્તો સહિત રોડ રસ્તાના કામો મંજુર થયા છે. જે થોડા સમયમાં ચાલુ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.