આગામી દિવસોમાં ઉતરાયણનું પર્વ આવી રહ્યું છે, ત્યારે પતંગની દોરીથી આમ જનતાને કોઈ હાની ન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
આ અંતર્ગત ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં મોટરસાયકલ પર પસાર થતાં વાહન ચાલકોને પતંગની દોરીથી શારીરિક ઈજાઓ ન થાય તે માટે આગળના ભાગે પ્રોટેક્શન વાયર લગાવવામાં આવ્યા હતા. આ પ્રકારની કામગીરી દ્વારકા ખાતે પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ પી.આઈ. ડી.એમ. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ સામે કડક હાથે કામગીરી બાદ વાહન ચાલકોની સુરક્ષા અર્થે આજરોજ હાથ ધરવામાં આવેલી આ કામગીરી નગરજનોમાં ભારે આવકારદાયક બની રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.