ખંભાળીયા યાર્ડમાં જિલ્લાભરના ખે ડૂતો ખેત જણસી વહેંચવા અહીંયા આવે છે. હાલ ખંભાળીયા માર્કેટિંગ યાર્ડમાં ચણા, જીરું, ધાણા અને રાયડાની મલબક આવક થઈ રહી છે. ત્યારે ખંભાળીયા માર્કેટિંગ યાર્ડમાં આજે બે ખેડૂતોને જીરુંના અત્યાર સુધીના ખંભાળીયા યાર્ડમાં સૌથી ઉચ્ચા ઐતિહાસિક 6040 રૂપિયા ભાવ મળ્યા હતા.ખંભાળીયા તાલુકાના પરોડીયા ગામના સામરા રામ કારીયા અને કલ્યાણપુર તાલુકાના રાણ ગામના આલા સાજણ મોવર આજે ખંભાળીયા યાર્ડમાં જીરું વહેંચવા આવેલ હતા ત્યારે ખેડૂતોને શિવ ટ્રેડિંગ દ્વારા સૌથી ઉચ્ચા ભાવની ખરીદી કરતા જીરુંનો ભાવ 6040 સુધીનો હાઈએસ્ટ ભાવ મળ્યા હતા.
એક મણનો ભાવ 6040 રૂપિયા જેટલો મળતા ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી. ખંભાળીયા યાર્ડમાં હરરાજી કરાવતા સામતભાઈ માયાણીએ જણાવ્યું હતું કે આજ પહેલા ખેડૂતોને એટલા ઉચ્ચા ભાવ ક્યારેય મળ્યો ન હતો. ગયા વર્ષે કરતા લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષ જીરાનો મળ્યો હતો. ખેડૂતોને જીરાના ભાવની આશા કરતા સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખંભાળીયા યાર્ડના સેક્રેટરી ભાવેશભાઈ જોગલે જણાવ્યું હતુંકે યાર્ડમાં અત્યારે મુખ્યત્વે જીરું, ધાણા, ચણા અને રાયડાની આવક થાય છે. જેમાં આજે જીરૂનો ભાવ 5600થી 6040 સુધી, ધાણા 1160થી 1361, ચણા 870થી 938 સુધી ખેડૂતોને એક મણનો ભાવ મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.