રજુઆત:ખંભાળિયા-ભાણવડ પંથકમાં વિજ પ્રશ્નોથી ખેડુતોને હાલાકી

ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ પ્રશ્નો મુદદે ભાજપ અગ્રણીઓ દ્વારા રજુઆત કરાઇ
  • અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નો હલ કરવા આયોજન ઘડાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા ભાણવડ વિસ્તારમાં વીજ પ્રશ્નો અંગે આજે સાંજે ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં ખંભાળીયા કાર્યપાલક ઈજનેરને મળીને તમામ ડે. ઈજનેરોને સાથે રાખીને પ્રશ્નોની ચર્ચા કરીને તેના ઉકેલ માટે આયોજન ગોઠવ્યું હતું.હાલ વરસાદ ના હોય ખેડૂતોને પિયત માટે પાણીની જરૂર પડતી હોય ટ્રાન્સફોર્મર બળી ગયા પછી બદલવામાં વાર લાગતી હોય, નવા બદલવામાં આવનાર ટી.સી. ફેઈલ નીકળતા ફરી પ્રશ્ન થતા હોય, ફોલ્ટમાં કોઈ ફોન પર વ્યવસ્થિત જવાબ ના આપતા હોય તથા હાપીવાડી, લાલપરડા, ભાણવડના રૂપામોરા, વિજયપુર, વડત્રા ફીડર, ઝાકસીયા વિ. ના પ્રશ્નો તથા ધરમપુર શક્તિનગર, રામનગર, હર્ષદપુરના પ્રશ્નો સામુહિક રીતે રજૂ થયા હતા આ રજુઆતમાં ભાજપના અગ્રણીઓ જોડાયા હતા

આ રજુઆત વેળાએ ઉચ્ચ અધિકારી દ્વારા તમામ અધિકારીઓના નંબરો હેલ્પલાઇન માટે તથા ફોલ્ટમાં વ્યવસ્થિત જવાબ આપે તેવી સૂચના આપીને ટ્રાન્સફોર્મર બદલાવાય તે વળેલું ના નીકળે તે માટે ખાસ ચેકીંગ કરવા તથા જ્યાં થાંભલા, ટી.સી.ને કારણે પ્રશ્નો હોય તેના નિકાલની સૂચના આપવામાં આવી હતી.

વર્ષો જુના વિજવાયરો બદલવા કાર્યવાહી : કાર્યપાલક ઇજનેર
કાર્યપાલક ઈજનેર પટેલે જણાવ્યુ હતુ કે,દિવસ દરમ્યાન ફોલ્ટ રીપેરીંગમાં વીજ પુરવઠો બંધ હોય તો રાત્રે પણ બાર પંદર કલાક વીજ પુરવઠો ચાલુ રાખવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વર્ષો જુના વીજ વાયરો બદલવા પણ કાર્યવાહી હાથ ધરાયાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...