સેલ્ફ ડિફેન્સના ભાગ રૂપે કરાટે શીખવા અપીલ:દ્વારકામાં ઇન્ડિયન એરફોર્સ એસોસિએશન ગુજરાત દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ તેમજ સેનેટરી પેડ્સ વિશે માહિતી આપી

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના ઓખા ખાતે ઇન્ડિયન એરફોર્સ એસોસિએશન ગુજરાત દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ તેમજ સેનેટરી પેડ્સ વિશે માહિતી આપી, નિઃશુલ્ક પેડ્સ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ દ્વારકા, આરંભડા, ઓખા અને બેટ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદથી પધારેલ રમેશભાઈ મહેંદીરતા, લતાબેન વાઘેલા, વર્ષાબેન બેરવા, દ્વારકાના માજી સૈનિક પત્રામલભા માણેક, ગીતાબેન માંગલીયા, આલીબેન ગેડીયા, કૌશલ્યાબેન ફોફંડી, રક્ષાબેન જોષી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સેલ્ફ ડિફેન્સ અને પેડ્સ વિશેની વિસ્તૃત જાણકારી અમદાવાદથી પધારેલ લતાબેન વાઘેલાએ આપી હતી. લત્તા બેન દિલ્હીમાં કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે. લતાબેન વાઘેલા કરાટે સ્પેશ્યાલિસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવેલ કે જો 50થી 60 મહિલાઓ સેલ્ફ ડિફેન્સ શીખવા તૈયાર થાય તો એ શીખવા માટે ઓખા આવશે. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનવવા ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ તેમજ તેમની ટીમ એ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...