ખંભાળિયામાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના ઘર, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બને તે ઉજવણીનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ખાસ સ્વરોજગાર મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ખાનગી નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વસહાય જૂથ બનાવી બહેનોને આત્મનિર્ભર બનાવવા બદલ બે બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. માનવ ગરીમા યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, ગંગા સવરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત કુલ 123 બહેનોને યોજનાઓના સહાય મંજુરી આદેશ તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડયાએ મહિલા રોજગારી અને સમાજમાં તેના મહત્વથી આવતા પ્રત્યક્ષ અને પરોક્ષ હકારાત્મક ફેરફારોની માહિતી અને સમાજમાં મહિલાના મહત્વ વિશે જણાવ્યું હતું. વધુમાં અહીંની સિવિલ હોસ્પીટલ ખાતે કોઇ પણ પ્રકારની હિંસાથી પિડીત મહિલાઓ માટે નવનિર્મિત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર જેમાં બહેનોને ચોવીસ કલાક વિનામૂલ્યે કાયદાકીય સહાય, પોલીસ સહાય, પરામર્શન, 181 હેલ્પલાઇનની સહાય અને પાંચ દિવસ સુધી રહેઠાણની સેવા સરકાર દ્વારા આપવામાં આવે છે. તેનો તથા કાર્યક્રમમાં ગોઠવેલા સ્ટોલની મુલાકાત લઈ વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી અને બેંક સબસીડી સ્કીમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ ખેર, મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી જાદવ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, પ્રતાપ પીંડારીયા, સંજય નકુમ સહિતના આગેવાનો સાથે મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.