જાગૃતિ કાર્યક્રમો યોજવા સૂચન:દેવભૂમિ દ્વારકામાં ચૂંટણીના નોડલ અધિકારીઓને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તાલીમ અપાવામાં આવી

દ્વારકા ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાં સૌ અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે એક્શન મોડમાં આવી જવા અંગે સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીએ નોડલ અધિકારીઓને વિભાગવાર કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું અને ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દરેક અધિકારી-કર્ચમારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા, લોકપ્રતિનિધિત્વ ધારો, કંડક્ટ ઑફ ઇલેક્શન રૂલ્સ સહિતના સાહિત્યનો અભ્યાસ કરી લેવા જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી માટે હવે મર્યાદિત સમય હોવાથી સૌને એક્શન મોડમાં કામ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત મતદારો લોકશાહીના પર્વનો લાભ લઈને, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા સૂચના આપી હતી. આ તાલીમમાં અધિક નિવાસી કલેકટર ભુપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.આર. પરમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર તેમજ વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...