108ની સરાહનીય કામગીરી:દેવભૂમિ દ્વારકામાં મહિલાને પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં જ કરાવી પ્રસુતિ; માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો

દ્વારકા ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના પ્રખ્યાત હર્ષદ ગામની 108ની ટીમે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ કરાવી ઉત્તમ દાખલો બેસાડ્યો છે. એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એકાએક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં મહિલાની 108ની અંદર જ પ્રસુતિ કરવામાં આવી હતી. પ્રસૂતિ દરમિયાન બાળકના ગળા ફરતે નાળ વિટાળઇ હોવા છતા સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં રહેતા વિધ્યાબેન દેવશીભાઇ રાઠોડને પ્રસુતિ પીડા વધી જતા 108ને બોલાવવામાં આવી હતી. જેને હર્ષદ 108ની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર હાજર થઈ, એ દરમિયાન 108ના ઈએમટી મહેશભાઇ ભાલિયા અને પાયલોટ પરબતભાઇ મોરી દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી. નવજાત બાળક અને માતાને સારવાર આપી 108 દ્વારા કલ્યાણપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ ટીમની સેવા ફરી એકવાર મદદગાર થઈ છે જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...