એક કરોડના ખર્ચે બનેલી ગૌ હોસ્પિટલનું લોકાર્પણ:દ્વારકામાં 136 વર્ષ જૂની ગૌશાળાના સહયોગથી તા. 29મી જાન્યુઆરીએ રાજ્યપાલ હસ્તે લોકાર્પણ કરાશે...

દ્વારકા ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકામાં આવેલી 136 વર્ષ જૂની ગૌશાળાના સહયોગથી દ્વારકાધીશ ગૌશાળા અને હોસ્પિટલ ટ્રસ્ટના ઉપક્રમે ભથાણ ચોકમાં નવનિર્માણ પામેલ ગૌહોસ્પિટલનું લોકાર્પણ આગામી તા.29મી જાન્યુઆરી 2023ના સાંજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે થનાર છે. સમગ્ર દ્વારકા વિસ્તારમાં રહેલી માંદી તથા અકસ્માતનો ભોગ બનેલ ગાયોની સારવાર માટે અદ્યતન ત્રીસ હજાર ચો.કુટના પ્લોટમાં રૂપિયા એક કરોડના દાતાઓના દાનના સહયોગથી નવનિર્માણ પામી રહેલી ગૌ હોસ્પિટલમાં ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી રામજીભાઈ મજીઠીયા અને ગૌશાળા ટ્રસ્ટી બચુભાઈ વિઠલાણી વગેરેના સહયોગથી બનાવવામાં આવેલ છે.

ગૌ હોસ્પિટલમાં આઈ.સી.યુ., ઓપરેશન થીએટર, હાઈ ફ્રીકવન્સી મેટલ ડીટેકટર, ડીજીટલ એકસ-રે મશીન, ગૌ સંવર્ધનની વ્યવસ્થા, ગાયો માટે એક્સરે મશીન, રીહેબીલીટેશન વોર્ડ તથા સ્ટાફ કવાર્ટર વગેરેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ગૌ હોસ્પિટલ માત્ર સારવારનું કેન્દ્ર નહિં, પરતું ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય ગાયોનું શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહે તેવા ધાર્મિક હેતુસર ગૌ ભકતોની મુલાકાત દરમ્યાન ગૌભકતોને 82 બેઠકજીનું પરિક્રમા પરિસર તથા ગૌપૂજન પરિક્રમા તથા ગૌ તુલાદાન સહિતની સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

દ્વારકાની યાત્રાએ આવતા પ્રત્યેક યાત્રીક આ ગૌ હોસ્પિટલની મુલાકાત શ્રધ્ધા, ભાવભક્તિ અને આસ્થા સાથે લેશે તે ચોકકસ છે. એમ પણ કહી શકાય કે, દ્વારકા યાત્રાધામનું આ ગૌ હોસ્પિટલ સ્થાન એક આદર્શ ગૌશાળા તરીકેનું ધર્મમય રીતે નિહાળવાનું નઝરાણું બની રહેશે. ગૌ હોસ્પિટલમાં મથુરા નગરીના કૃષ્ણની બાળલીલાના ગૌમાતા સાથેના સહવિસ્તારના ચિત્રો તથા ભાવિ પેઢીને પ્રેરણા સમાન ગૌમાતાના સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં કંડોરવામાં આવેલ સુવિચારો મુલાકાતીઓ માટે ધર્મ પ્રેરણાનું ઝરણું બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...