ઉત્સવ:ખંભાળિયાના મીની તરણેતર સમાન ચાર દિવસીય મેળો સેંકડો લોકોએ માણ્યો, પુર્ણાહુતિ

ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળીયામાં શિરેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ ચાર દિવસીય મેળા રંગે ચંગે સંપન્ન

ખંભાળીયાના શક્તિનગરમાં શિરેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીનીતરણેતર સમાન શિરેશ્વર મેળો સંપન્ન થયો હતો. ચાર દિવસ યોજાયેલ મેળાની મોજ માણવા સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. ખંભાળીયાના શક્તિનગર વિસ્તારમાં આવેલ શિરેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં મીની તરણેતરની ખ્યાતી પામેલ શિરેશ્વર મહાદેવનો રખના મેળાનું ત્રીજ, ચોથ,પાંચમનું આયોજન થયું હતું. આ વખતે સાનુકૂળ વાતાવરણને કારણે વધુ એક દિવસની પરવાનગી મળતા બે વર્ષ બાદ આ વખતે ચાર દિવસ મેળાનું શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હજારોની સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી. ખાસ કરીને વરસાદનું વિઘ્ન નહિ નડતા લોકોને મજા પડી ગઈ હતી. બે વર્ષ બાદ યોજાયેલ અને જિલ્લાના એક માત્ર મુખ્ય મેળાની મોજ માણવા લોકો સમગ્ર પંથકમાંથી ઉમટી પડ્યા હતા.

નગરના અનેક વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. અને મેળામાં પહોંચ્યા હતા. ઉપરાંત દ્વારકા જિલ્લાના અનેક ગામોમાંથી પણ લોકો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. અને દિવસે અને રાત્રે દરરોજને માટે ભારે ભીડ જોવા મળી હતી. મોડે સુધી લોકો અવનવી રાઈડ્સો અને ખાણી પીણીની મોજ માણતા જોવા મળ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ખાસ ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો તેમજ શક્તિનગર ગ્રામ પંચાયત ટીમ દ્વારા આ મેળાના આયોજનને લઈને નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. મેળામાં મોટા અંશે કોઈપણ અઇચ્છનીય બનાવ ન બનતા તંત્રએ હાશકારાની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...