મરીન પોલીસની સરાહનીય કામગીરી:સમીયાણી ટાપુ પર દરિયામાં તણાતી નીલ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, પોલીસે બોટ-પેટ્રોલિંગમાં નીલ ગાયને ડૂબતા જોઈ હતી

દ્વારકા ખંભાળિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓખા મરીન પોલીસ સ્ટાફ દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે સમીયાણી ટાપુ નજીક એક નીલ ગાય દરીયાના વહેણમાં તણાતી જોવા મળી હતી. પેટ્રોલિંગ ટીમે બોટને તે દિશામાં હંકારી હતી અને મરીન પોલીસ ટીમે નિલ ગાયને રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો. મરીન પોલીસ હંમેશા માછીમારોની સહાયતા માટે તત્પર રહેતી હોય છે.

સમીયાણી ટાપુ બાજુ ઊંડા પાણીમાં નીલ ગાય ડૂબતી જોવા મળી હતી. ઓખા મરીન પોલીસ સ્ટાફ બોટ-પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમણે નીલ ગાયને ડૂબતા જોઈ હતી અને રેસ્ક્યુ કરી બચાવી હતી. પીએસઆઈ દેવ વાઝા તથા પોલીસ સ્ટાફ તેમજ બોટના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ઓખા મરીન પોલીસ સ્ટાફે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

પોલીસ ફક્ત પ્રજા માટે નહીં પણ પશુઓનું પણ રક્ષણ કરી માનવતા દાખવે છે. પીએસઆઈ દેવ વાઝાના જણાવ્યા અનુસાર, ડૂબતા મનુષ્યનો જીવ બચાવવો સહેલો છે. જ્યારે જાનવર સમજી ન શકતા હોય ત્યારે તેનો જીવ બચાવવો મુશ્કેલીભર્યો હોય છે. પરંતુ અમારા જવાનોના સાહસથી નિલગાયને બચાવવા અમે સફળ થયા છીએ.

અન્ય સમાચારો પણ છે...