• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Hindu New Year Auspicious Start Devotees Seeking Blessings Of Lord Dwarikadhish Another Importance Of Hatdi Darshan In Jagat Mandir

દ્વારીકાધીશ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ:હિંદુ નવા વર્ષની શુભ શરૂઆત ભગવાન દ્વારીકાધીશના આશીર્વાદ લઈ કરતા ભક્તો, જગત મંદિરમાં હાટડી દર્શનનું અનેરું મહત્વ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા

હિંદુ ધર્મ મુજબ દિવાળી એટલે કે વર્ષનો છેલ્લો દિવસ બીજા દિવસથી નવા વર્ષની શુભ શરૂઆત થતી હોય છે. ત્યારે મોટાભાગના લોકો દ્વારકા જગત મંદિરમાં પોતાના પ્રિય એવા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં નત મસ્તક થઈ અને નવા વર્ષની શુભ શરૂઆત કરતા હોય છે. હિંદુઓના મુખ્ય તહેવાર દિવાળીના મીની વેકેશનમાં દ્વારકા ખાતે યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું જોવા મળી રહ્યું છે. દ્વારકાની નાનીથી લઈને મોટી હોટલોના બુકિંગ ફુલ થઈ ચૂક્યા છે. આવતીકાલના સુર્યગ્રહણ હોવાથી જગત મંદિર અંદર બપોર સુધી રૂપચૌદસ અને બપોર બાદ દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવશે.

દિવાળી એટલે વર્ષાઅંતનો છેલ્લો દિવસ રાત્રીના 8 કલાકે સુવર્ણ વાઘામાં (કપડામાં) સજ્જ કાળિયા ઠાકોરને પણ હાટડી ભરવામાં આવે છે. હાટડી દર્શન સમયે ભગવાન ભક્તોને ત્રાજવા તોલાથી સુખ અને સમૃદ્ધિની લ્હાણી કરતા હોવાની માન્યતા છે.

દીપાવલી આવે એટલે ભગવાન દ્વારકાધીશ જગત મંદિરમાં વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દ્વારકાધીશ ભગવાનને પૂજારી પરિવાર દ્વારા સુવર્ણ વાઘામાં સજ્જ કરી સોના દાગીનાના ખાસ મુગટ પહેરાવવામાં આવે છે. જગત મંદિરને રોશનીથી ઝળહળા કરવામાં આવે છે. ત્યારે દિવાળીના રાત્રીના 8.00 ના ટકોરે હાટડી ભરવામાં આવે છે.

ભગવાન પોતે વેપારી હોય તેવા ભાવ સાથે હાટડીમાં ભગવાનને વિવિધ મીઠાઈઓ પકવાનો ધરવામાં આવે છે. ભગવાન પાસે સોના ચાંદીના ત્રાજવા તોલા પણ રાખી આ હાટડી ભરવામાં આવે છે. આ હાટડી દર્શન માટે સ્થાનિક વેપારીઓ અને અન્ય શ્રદ્ધાળુઓ ખાસ દર્શન માટે આવે છે. અને ભગવાન આ ત્રાજવા તોલામાંથી સુખ અને સમૃદ્ધિની વહેંચણી માનવીના કર્મોને આધારે કરતા હોવાની માન્યતા છે. ત્યારે પ્રવાસીઓનો મોટો પ્રવાહ પણ દ્વારકા જગત મંદિર દર્શન કરવા આવી પહોંચ્યો છે.

ત્યારે દ્વારકાધીશ ઉપરાંત દરિયા પાર બોટ મારફત પણ પ્રવાસીઓ બેટ દ્વારકા દર્શને અચૂક જાય છે. સાથે નાગેશ્વર અને અંતે અડધી યાત્રાના માલિક એવા દ્વારકાથી 3 કિમિ દૂર રૂક્ષ્મણી માતાના મંદિરે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરવાનો લાભ લે છે.

આજથી જ દ્વારકા શહેરમાં પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો હોય ગોમતી ઘાટ ઉપર બનેલ સુદામા સેતુ પર પણ પ્રવાસીઓ ઘસારો જોવા મળ્યો હતો. દ્વારકાધીશ જગત મંદિરમાં વિવિધ ઉત્સવોની પાછળ કંઈકને કંઈક મર્મ છુપાયો હોઈ પૂજારી પરિવારો દ્વારા ભગવાનના શૃંગાર, ઉત્સવો કરવામાં કોઈ કચાશ રાખતા નથી. દ્વારકા જગત મંદિરની સાથે સુદામા સેતુ, ગોમતી ઘાટ, દરિયા કિનારે, નાગેશ્વર મંદિર, બેટ દ્વારકા તથા શિવરાજપુરના બ્લુ બીચ ખાતે લોકો સહેલાણીઓ ઉંમટી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...