181 બની મહિલાઓ માટે આશીર્વાદરૂપ:દ્વારકામાં વર્ષ 2022 દરમિયાન 337 જેટલી પીડીત મહિલાઓને મદદ પહોચાડી; સરકારે મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2022માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 181 અભયમ હેલ્પલાઇન દ્વારા 337 પીડિત મહિલાઓને ઘટનાસ્થળ પર જ મદદ પહોંચાડવામાં આવી હતી. જેમાંથી 233 જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાન કરી નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અન્ય 95 કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં આવી હતી.

ગુજરાત સરકાર મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પલાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અભયમ હેલ્પલાઇન 24x7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે. જેથી દિન પ્રતિદિન ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે. ગુજરાત સરકારે મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહી છે.

અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બની
કઠવાડા અમદાવાદ ખાતેની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટનાસ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે. મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બની છે.

કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવાનું કાર્ય
અસરકારક કાઉન્સિલિંગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યાની અનોખી કામગિરી, મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન, સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિનાં કેસમાં આજે 181 અભયમ વધુને વધુ સુદ્રઢતાથી સેવાઓ પહોંચાડી રહી છે. અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ, સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે. તેથી જ તો ગુજરાતની મહિલાઓ 181 અભયમને પોતાની સાચી સખી સહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે. અભયમ સેવા સરકારના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખું, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહી છે.

12 લાખ મહિલાઓને મદદ પહોંચાડવામાં આવી
અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમાં ઉપયોગી નિવડી રહ્યું છે. ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2015થી અત્યાર સુધી 12 લાખ જેટલા પિડીત મહિલાઓએ સલાહ - સૂચન, મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કૉલ કરી અને જેમાંથી ખાસ કિસ્સાઓમાં ઘટનાસ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓને રેસ્ક્યું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકીની મહિલાઓને માર્ગદર્શન અને સંદર્ભ સેવાઓ આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...