ખંભાળીયા માર્કેટીંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી અને મગફળીના સ્ટોકની હરાજી પેન્ડિંગ હોવાથી ગુરૂવારે યાર્ડમાં મગફળીની આવક બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ આ કામગીરી બંધ રાખવામાં આવી હતી.
દ્વારકા જિલ્લાના ખંભાળીયા માર્કેટીંગ યાર્ડમાં જિલ્લાભરમાંથી ખેત પેદાશની આવક થતાં હાલ યાર્ડ છલકાઈ રહ્યું છે. જિલ્લામાં ચોમાસુ પાકમાં મગફળી પાકનું પુષ્કળ વાવેતર થયું હતું. જેની મગફળી પાક તૈયાર થઈ જતા હાલ જિલ્લાભરમાંથી ખેડૂતો ખંભાળીયા યાર્ડમાં મગફળી વેચાણ માટે આવી રહ્યા છે. ત્યારે દરરોજની ચાર હજાર ગુણીની હરરાજી થઈ શકતી હતી.
પરંતુ છેલ્લા થોડા દિવસથી બમણી આવક થઈ જતા હરરાજી પૂર્ણ થઈ ગયા બાદ મગફળીનો સ્ટોક થઈ જતા યાર્ડમાં મગફળીના શેડ છેલોછલ થઈ ગયા છે. વળી, કમોસમી વરસાદની આગાહી અને મગફળી સ્ટોકની હરાજી પેન્ડિંગ હોવાના પગલે ગુરૂવાર સુધી ખંભાળીયા યાર્ડમાં મગફળીની ઉતરાઈ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. શુક્રવારના રોજ સવારે આઠ વાગ્યેથી મગફળીની ઉતરાઈ પુન: શરૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.