સામાજિક સવલતો ઉભી કરાશે! ​​​​​​​:દ્વારકામાં વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલના અધ્યક્ષની વરણી

દ્વારકા ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકામાં શ્રી શંકરાચાર્ય આશ્રમ, શારદાપીઠ ખાતે વરવાળા ટી.બી. સેનેટોરિયમના ટ્રસ્ટીઓ દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં પૂજ્ય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રમુખ પદે સર્વે ટ્રસ્ટઓ દ્વારા સર્વાનુમતે ઠરાવ કરી, વરણી કરવામાં આવી હતી. 3

અનેક સામાજિક સવલતો નિર્મણ પામશે
પૂજ્ય મહારાજે વરવાળા ટી.બી. સેનેટોરિયમ ટ્રસ્ટના પ્રમુખ પદને સ્વીકારીને આ જગ્યા પર નૂતન શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ, આયુર્વેદ હોસ્પિટલ તથા કોલેજ, ફિઝીયોથેરાપી હોસ્પિટલ, શિશુ મંદિર, બાલ વિદ્યા નિકેતન, વૃદ્ધાશ્રમ જેવી અનેક સામાજિક ઉપયોગી સવલતો ઊભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...