આયોજન:કુવાડિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નનો ભવ્ય આયોજન, કુવાડિયામાં ભરવાડ સમાજનું ભવ્ય આયોજન

ખંભાળીયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા દ્વારકા હાઇવે પર આવેલ કુવાડીયામાં સમસ્ત ભરવાડ સમાજ જામખંભાળિયા દ્વારા સાતમા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિ રહેશે. ખંભાળિયા દ્વારકા હાઇવે પર આવેલ કુવાડીયામાં સમસ્ત ભરવાડ સમાજ જામખંભાળિયા દ્વારા ગોપાલક સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળ આગામી તા 14 મે ના રોજ સાતમા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, તોરણીયા ધામ ના મહંત રાજેન્દ્ર દાસ બાપુ તથા સુરતના ભરવાડ સમાજના દાનવીર ભામાશા ગોરધનભાઈ સરસીયા સહિત અગ્રણીઓ અને મહાનુભાવો ઊપસ્થિત રહેશે. આ સમૂહ લગ્નમાં 25 યુવક યુવતીઓ પ્રભુતામાં પગલા પાડશે.

આ સમૂહ લગ્નને લઈ ને કાર્યકર રમેશભાઈ ટોયટા રાજુભાઈ સરસીયા ચોથાભાઈ લાંબરીયા બાબુભાઈ કરીર ભુરાભાઈ ટોયટા તથા સમસ્ત ભરવાડ સમાજના યુવાનો દ્વારા તડામારા તૈયાર હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...