કાર્યવાહી:કલ્યાણપુર પંથકમાં યુવતી પર દુષ્કર્મ

ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નનો વિશ્વાસ આપીને પટેલકા ગામના રહીશે કુકર્મ આચરતા પોલીસ ફરિયાદ
  • ઉત્તરપ્રદેશના પરિવારની યુવતીએ ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં રહેતા એક પરપ્રાંતિય પરીવારની 32 વર્ષીય યુવતિને લગ્નનો વિશ્વાસ આપી અવાર નવાર ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ પટેલકાના એક શખસ સામે નોંધાઇ છે.પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તપાસ શરૂ કરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં હાલ રહેતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની એક પરિવારની 32 વર્ષીય યુવતીને કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતો આરોપી વાલા સામત ચાવડા નામના શખ્સે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી આરોપી વાલા ચાવડાએ ભોગબનનાર યુવતી સાથે તેની ઈંચ્છા વિરુદ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી લગ્ન નહિ કરી દુષ્કર્મ આચર્યું હતું.

આ સમગ્રબનાવની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે વાલા સામત ચાવડા સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસે ભોગગ્રસ્તના મેડીકલ પરીક્ષણ સાથે આરોપીને પણ પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...