વિધાનસભા ચૂંટણી 2022:દેવભૂમિ દ્વારકામાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ગરમાવો; આવતીકાલે ખંભાળિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરસભા

દ્વારકા ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા દ્વારકા બેઠકમાં ચૂંટણીના મતદાનને આડે હવે માત્ર નવ દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે તમામ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો-કાર્યકરો દ્વારા પ્રચાર કાર્ય વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા ડોર ટુ ડોર તેમજ અન્ય પ્રચાર માધ્યમો ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે પણ પ્રચાર ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ખંભાળિયામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા વ્યાપક લોક સંપર્ક વચ્ચે જાહેર સભાના પણ આયોજન થઈ રહ્યા છે. ખંભાળિયા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આવતીકાલે સોમવાર તારીખ 21 મીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં શિરેશ્વર મંદિર નજીક આવતીકાલે સોમવારે સવારે 10 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભા યોજવામાં આવી છે. આ આયોજન માટે ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સાથે સરકારી તંત્ર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...