• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Ganesha Immersion Programs Were Held Everywhere In Khambhalia Including Devbhoomi Dwarka; Dhol Nagara Along With DJ's Tunes Give A Heartfelt Farewell To Bappa

અગલે બરસ તું જલ્દી આ:દેવભૂમિ દ્વારકા સહિત ખંભાળિયામાં ઠેર ઠેર ગણપતિ વિસર્જનના કાર્યક્રમો યોજાયા; ઢોલ-નગારા સહિત ડીજેના તાલે બાપ્પાને ભાવભરી વિદાય

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગણપતિના સ્થાપન બાદ પૂજન-અર્ચન અને મહોત્સવના દિવસો હવે પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ઠેર-ઠેર ગણપતિ વિસર્જનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ સાથે ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવને વિદાય આપવામાં આવી હતી. ખંભાળિયામાં રામનાથ નદી સહિતના જુદા જુદા વિસ્તારો તેમજ અનેક પંડાલના ગણપતિનું દ્વારકા, હર્ષદના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય
ગણપતિ મહોત્સવની સમગ્ર ભારતવર્ષમાં ભાવભરી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્યાં ઢોલ-નગારા સહિત ડીજે સાથે બાપ્પાને અશ્રુભીની આંખે ભાવિક ભક્તો દ્વારા વિદાય આપવામાં આવી હતી. આ વિસર્જનના કાર્યક્રમોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

અન્ય સમાચારો પણ છે...