ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો:ફુલડોલ ઉત્સવ - દ્વારકા સજ્જ

દ્વારકા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જગતમંદિર તથા આજુબાજુ માં CCTVની નિગરાની
  • ગોમતી ઘાટ સહિત દરિયાકાંઠે તરવૈયાની ખાસ ટીમ ઉતારાઈ

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે પદયાત્રિઓનો મોટો સમુદાય રાજ્યના અલગ-અલગ પ્રાંતમાંથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહયો છે.આ યાત્રાળુઓનુ પણ ઘીરે ઘીરે દ્વારકાની ભાગોળે આગમન થઇ રહયુ છે.તંત્ર દ્વારા એકશન પ્લાન પણ અમલી બનાવાયો છે.

આગામી ફુલડોલ ઉત્સવમાં દ્વારકા જવા માટે નીકળેલા પદયાત્રિઓ હવે ઉત્સવ નજીક આવતા હજારોની સંખ્યામાં ટોળેટોળા દર્શને જવા ઉમટતા સમગ્ર રોડ પદયાત્રિઓથી ભરાઈ ગયો છે.જામનગર બાયપાસથી છેક દ્વારકા રોડ પર ઠેર-ઠેર કેમ્પોનું આયોજન થયું છે જયાં તેને જરૂરીયાત મુજબ વસ્તુઓ મળી શકે અને ચા, પાણી, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા ઉપરાંત આરામ કરી શકે તેવી તમામ સગવડો ઉપલબ્ધ થઈ છે. પડાણા, મેઘપર રોડ પાસે એક સાથે બે કિલોમીટરમાં સાતથી આઠ વિશાળ કેમ્પો કાર્યરત છે જયાં પદયાત્રિઓનો મોટો સમુદાય વિસામો લે છે. અત્યંત આધુનિક સુવિધા સાથેના રીલાયન્સ કંપનીના સેવાકેમ્પમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ યાત્રિકો માટે ઉપલબ્ધ છે.

આરાધના ધામ પાસે દેવભૂમિ પોલીસ દ્વારા શરૂ કરાયેલ સેવા કેમ્પમાં મસાજ સાથે વાઈબ્રેટર મશીનની સેવા પદયાત્રિઓમાં ખુબજ લોકપ્રિય બની છે.ચરકલા વાળો મુખ્ય રોડ ભારે વાહનો માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. કારણ કે બહુ મોટી સંખ્યામાં નાના મોટા બાળકોથી લઈ વયોવૃદ્ધ દ્વારકા પગપાળા ચાલતા આવી રહ્યા છે.દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર તથા અન્ય સેવાભાવી લોકો દ્વારા ચા, પાણી, ભોજન, દવાની સુવિધા સાથેના કેમ્પો કાર્યરત છે.

હાઈવે પર ઠેર ઠેર રાસ ગરબાની રમઝટ
દ્વારકા જતા પદયાત્રીઓના ટોળે ટોળાં ઉમટતા રસ્તામાં મોટા સમૂહમાં જતા પદયાત્રીઓ રસ્તામાં આવતા કેમ્પમાં આરામ કરવાના સમયે કે રાત્રે ડીજેની તાલે સંગીતમય શૈલીમાં રાસની મઝા માણતા હજારો ભાવિકોથી રસ્તો ઉભરાઈ ગયો છે .

એક તરફ નાચતા ગાતા પદયાત્રીઓનો વિશાળ સમૂહતો બીજી તરફ વિશાળ સંખ્યામાં ખુલ્લી જીપો ટ્રેક્ટરો તથા ડી . જે . સાથે નીકળતા ભાવિકોથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું છે . અમુક સ્થળે તો મોડી રાત્રી સુધી ભાવિકો તથા મહિલાઓ રાસ ગરબા લે છે . પદયાત્રીમાં દાતા યુવાનોની રાસ મંડળીએ વેશભૂષા સાથે સારું આકર્ષક જમાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...