• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • For Dwarka, The Day Of Tomorrow Became The Day Of The Past; Someone Fell Under A Train, Someone Drowned, Someone Got Electrocuted, Someone Had A Heart Attack

1 જ દિવસમાં 5 મોત:દ્વારકા માટે કાલનો દિવસ બન્યો કાળનો દિવસ; કોઈ ટ્રેન નીચે, કોઈ ડૂબ્યું, કોઈને લાગ્યો વીજ કરંટ તો કોઈને આવ્યો હાર્ટઅટેક

દ્વારકા ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યમરાજાએ જાણે મુકામ કર્યો હોય તેમ ગઈકાલે એક દિવસમાં મૃત્યુની 5 અલગ અલગ ઘટના પોલીસ દફતરે નોંધાયી છે. જેમાં એક યુવાન ટ્રેન નીચે આવી મૃત્યુ પામ્યો છે. તો 4 લોકો બીજા અનેક કારણોસર મોતને ભેટ્યાં છે. તો કોના માટે યમરાજા કઈ રીતે કાળ બની પધાર્યા આ અહેવાલમાં જોઈએ.

યુવાનનું ટ્રેન નીચે આવી મોત
ઓખા મંડળના મીઠાપુર તાબેના શામળાસર વાડી વિસ્તારમાં રહેતા નવઘણભા આલાભાનું કાલે મોત નીપજ્યું હતું. 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગુરુવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર આ ​​​​​​​વિસ્તારમાંથી પસાર થતા હતા તે દરમિયાન ઘટના બની હતી. રેલવે ટ્રેક પસાર કરતી સમયે ટ્રેન હેઠળ આવી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ ભારાભા જોધાભા ગોહેલએ મીઠાપુર પોલીસને કરી છે.

ભયાનક વીજ કરંટથી નીપજ્યું મોત
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા લખમણભાઈ વીરજીભાઈ રાઠોડ નામના 28 વર્ષના યુવાન રાત્રિના સમયે પોતાની વાડીએ ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા સમયે ઘટના બની હતી. તેમને જોરદાર વીજ કરંટ લાગવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ નંદાણાના ભરતભાઈ નરશીભાઈ રાઠોડએ સ્થાનિક પોલીસને કરી છે.

હૃદયરોગના જીવલેણ હુમલાએ લીધો જીવ
ભાણવડ તાલુકાના જંબુસર ગામની સીમમાં રહેતા રાણાભાઈ પરબતભાઈ અમર નામના 70 વર્ષના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ભાણવડ તાલુકામાં રહેતા 7 વર્ષના વૃદ્ધ માટે કાળનો દિવસ સાબિત થયો હતો. જેની જાણ પોલીસ મથકે નોંધાઈ હતી.

હૃદયરોગના ઘાતક હુમલાનો વધુ એક બનાવ
ઓખામાં શિવમ જેટીમાં આવેલ ઈશ્વરી કૃપા નામની બોટમાં મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના વતનીને પણ હૃદયરોગનો ઘાતક હુમલો આવ્યો. ફિરોઝભાઈ મરાઠા નામના 56 વર્ષના માછીમાર આધેડને બોટની કેબિનમાં સુતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેની જાણ પંકજભાઈ ફકીરભાઈ મંગેલાએ ઓખા મરીન પોલીસને કરી છે.

દરિયામાં ન્હાવા પડેલ યુવાનનું ડૂબતાં મોત
આ ઉપરાંત ઓખા નજીકના બેટ દ્વારકા વિસ્તારમાં પણ કરૂણ ઘટના સામે આવી હતી. જેમાં હાજી કિરમાણીની દરગાહની પાછળના ભાગે દરિયામાં નાહવા ઉતરેલા એક યુવાન ડૂબ્યો હતો. મહમદભાઈ ફિરોઝભાઈ રાઠોડ નામના 18 વર્ષના સિપાહી યુવાનનું ડૂબી જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...