દ્વારકાની અંતરિયાળ વિસ્તારની ટુપણી વાડી પ્રાથમિક શાળામાં પગદંડી વાર્ષિકોત્સવ અને ધો 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. દ્વારકાની અંતરિયાળ વિસ્તારની ટુપણી વાડી પ્રાથમિક શાળામાં ગુરુવારે પગદંડી વાર્ષિક ઉત્સવ અને ધો 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
જેમાં સ્ટુડન્ટ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જ શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા. તેમજ ધો8 ના બાળકોએ વિદાય પ્રસંગે આ શાળાને મધ્યાહન ભોજનમાં ડિશ મુકવા માટેનો ઘોડો બનાવી ભેટ આપમાં આવ્યો હતો. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.