દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે ઠેર ઠેર ગોઠણ ડૂબ કાદવ કિચડના સામ્રાજયના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.વર્ષોથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હજુ અણઉકેલ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. કલ્યાણપુર તાલુકાનાકેનેડી ગામે હાલમાં પણ મુખ્ય બજારમાં અમુક માર્ગો પર કાદવ કિચડ ખદબદી રહયા છે.દર વર્ષે વરસાદ બંધ થયા પછી કેનેડી ગામના અનેક મુખ્ય માર્ગ એવા છે જયા હમેશા ચોમાસાના ચાર મહીના ગંદકી અને કીચડ છવાયેલા રહે છે.જેના પગલે માર્ગ પર આવા ગમનમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
અમુક વિસ્તારોમાં વર્ષોથી આ સમસ્યા જોવા મળે છે.ત્યારે સ્થાનિક કે તાલુકા કક્ષાના પદાધિકારીઓ લક્ષ આપતા ન હોવાનો આક્રોશ પણ સ્થાનિકોએ વ્યકત કર્યો હતો.આ વર્ષોથી સર્જાતી સમસ્યાના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તંત્રને અનેક વખત ફરીયાદો કરે છે પરંતુ આ સમસ્યાને નજરઅંદાજ કરી દેવાતી હોવાનો આક્ષેપ પણ ઉઠયો છે.
આ ગંદકી વચ્ચે હલનચલનમાં તો લોકો ત્રાહીમામ થાય છે પરંતુ એ કીચડમા મચ્છરો પણ ઉછરી રહયા છે જે લોકોના સ્વાસ્થય પર અસર ઉપજાવે છે.પંચાયત ઈચ્છે તો અહી મોરમ નાખી તત્કાળ ઉકેલ લાવી શકે પણ આમ કરવામા આવતુ નથી એવો આક્ષેપ પણ થયો છે.મુખ્ય બજારમા રોડથી ઉતરતા રસ્તામા કીચડ ભરાયેલા જોવા મળે છે.આ સિવાય બસ સ્ટેન્ડ સામે બજારમાં આ વર્ષે રોડ બનાવવામાં આવ્યો હોવા છતા રોડમાં પાણી ભરાઇ છે ત્યારે તાકિદે નકકર કાર્યવાહી હાથ ધરી લોકોને પડતી આ મુશ્કેલી નિવારવા માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.