કાયદો-વ્યવસ્થા વધુ સુદ્રઢ:દ્વારકામાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો; સલાયામાં પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સલાયામાં એસઓજી, એલસીબી તથા સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા બીએસએફના જવાનોની કંપનીને સાથે રાખી ફ્લેગ માર્ચ કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ જણાતી હતી.

અક્ષય પટેલની આગેવાની હેઠળ કામગીરી કરવામાં આવી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજરોજ ડીવાયએસપીના વડપણ હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત નવ નિયુક્ત ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તથા સલાયાના પી.આઈ. અક્ષય પટેલની આગેવાની હેઠળ સલાયાના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...