‘નો ફિશીંગ ઝોન’થી દુર ​​​​​​​રહેવા અપીલ:દ્વારકામાં માછીમારોને આઇ.એમ.બી.એલ નજીક માછીમારી ન કરવા મત્સ્યોદ્યોગ અધિક્ષક દ્વારા કડક સુચના અપાઇ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ મત્સ્ય કેન્દ્રો પરથી માછીમારી કરવા જતી બોટો માછીમારી કરવા છેક આઇ.એમ.બી.એલ બોર્ડર સુધી પહોચી જતા હોય છે. કારણ કે તેમના જણાવ્યાનુસાર તે વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં માછલીઓ મળી જાય છે. પરંતુ તે વિસ્તારમાં પાકીસ્તાની એજન્સીઓ પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારોને ઝડપી લેતા હોય છે. તેથી આવી બોટોના માલિકો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, માછીમાર એસોસિએશનના હોદેદારો, માછીમાર આગેવાનો, નાત પટેલોને આઇ.એમ.બી.એલ અધિક્ષક દ્વારા જાણ કરવામાં આવી છે કે ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ ઇન્ડીયન કોસ્ટગાર્ડ શિપના પેટ્રોલિંગ દરમિયાન આઇ.એમ.બી.એલ. નજીક મોટા પ્રમાણમાં ભારતીય માછીમારી બોટોની હાજરી જોવા મળેલ છે.

તેમજ પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી દ્વારા આઇ.એમ.બી.એલ. નજીક સઘન પેટ્રોલિંગ થઈ રહેલ હોવાનું પણ ધ્યાને આવેલ છે. જેથી પાકિસ્તાન મેરિટાઈમ સિક્યોરિટી એજન્સી દ્વારા કોઇપણ ભારતીય માછીમારી બોટોના અપહરણ જેવા અનિચ્છનીય બનાવો ન બને તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ માછીમારી બોટ માલિકોને કોઇપણ સંજોગોમાં આઇ.એમ.બી.એલ ક્રોસના કરવા તથા 'નો ફિશીંગ ઝોન' થી દુર રહીને જ માછીમારી કરવા તેમજ હાલમાં જો કોઈ માછીમારી બોટ આઇ.એમ.બી.એલ. નજીક માછીમારી કરી રહેલ હોય તો આવી બોટોને તાત્કાલિક પરત બોલાવી લેવાની સુચના મત્સ્યોદ્યોગ અધિક્ષક, ઓખા દ્વારા જાહેર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...