કેનેડીના આર્ટિસ્ટની સુંદર કૃતિ:દ્વારકામાં ચૂંટણી સંદર્ભે જાગૃતિ અભિવ્યક્ત કરતું 'પ્રથમ કર્તવ્ય વોટ'નું પેઇન્ટિંગ બનાવામાં આવ્યું; પેઇન્ટિંગના સૌ કોઈએ વખાણ કર્યા

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે એવાં એંધાણ વ્યક્ત થઈ રહ્યાં છે. દરેક રાજકીય પક્ષ ચૂંટણી મોડમાં આવી ગયો છે ત્યારે આવનારી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને લોકો પણ ઉત્સુકતા બતાવી રહ્યાં છે.

4 X 4 ફૂટની સાઈઝની "પ્રથમ કર્તવ્ય વોટ" નું પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકોને જાગૃતિ આવે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેનેડી ખાતે રહેતા જાણીતા આર્ટિસ્ટ અરવિંદ ડી. ખાણધર દ્વારા સુંદર પેઈન્ટિંગ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક મતદાતા પોતાના મતનું મૂલ્ય સમજે અને ઊંચું મતદાન થાય તે હેતુથી 4 X 4 ફૂટની સાઈઝની "પ્રથમ કર્તવ્ય વોટ"નું પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. જેના સૌ કોઈએ વખાણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...