દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક ભટ્ટ ગામે ખાનગી કંપનીના સ્ક્રેપ યાર્ડમાં અચાનક આગ લાગતા ફાયર શાખાની ટીમે તાકિદે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીઘી હતી.સંભવત શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનુ પ્રાથમિક તારણ દર્શાવાઈ રહ્યું છે.
ખંભાળીયા તાલુકાના ભટ્ટગામ ગામે ખાનગી કંપનીના સ્ક્રેપ યાર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠતા યાર્ડમાં રહેલો સ્ક્રેપના માલ મહદઅંશે બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવની જાણ ખંભાળીયા ફાયર વિભાગને થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો કરતા આગને કાબુમાં લીધી હતી.
સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટસર્કિટના લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું.ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.