દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટા સિંચાઈ તથા પીવાના પાણીથી સુવિધાનો જામ રાવલ પાસેનો સાની ડેમ કે જેના દરવાજા લીકેજ હોવાથી કરોડોના ખર્ચે નવો બનાવવા માટે અગાઉ કોન્ટ્રાક્ટ અપાયેલો પણ કોન્ટ્રાક્ટર કામ મૂકીને નાસી જતા લાંબો સમય આ યોજનાનું કામ અટક્યું હતું.
તે સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય મંત્રી મુળુભાઈ બેરા સહિત આગેવાનોના પ્રયાસોથી ફરીથી સરકારે કોન્ટ્રાક્ટ આપતા કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરતાં રાવલ પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.કાર્યપાલક ઈજનેર સિંગે જણાવેલ કે અમદાવાદની બેક લોન પ્રોજેકટ કંપનીને આ કામ મળ્યું છે. જેમણે કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. તથા 31 કરોડના ખર્ચે નવો ડેમ બનશે તથા 24 મહિના કામની મુદ્દત અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે સાની ડેમનું પાણી અગાઉ જ્યારે નર્મદા યોજનાનું પાણી જિલ્લામાં નહતું ત્યારે છેક દ્વારકા તથા ઓખા સુધી પહોંચતું હતું. તથા અનેક ગામોને સિંચાઈ તથા પીવાના પાણીનો લાભ પણ આ યોજના દ્વારા આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.