ફરિયાદ:વેપાર મામલે મનદુ:ખના કારણે બે વેપારીઓ વચ્ચે મારામારી

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડી-પાઈપથી માર માર્યો, સામસામી રાવ

કલ્યાણપુર નજીક હર્ષદ (ગાંધવી) ગામે આજુબાજુમાં દુકાન ધરાવતા બે વેપારી વચ્ચે વેપાર બાબતે મનદુ:ખના કારણે બબાલ સર્જાઇ હતી.જેમાં લાકડી-પાઇપ વડે માર મારી ઇજા પહોચાડયાની સામસામી ફરીયાદ નોંધાઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપુરના ગાંધવી ગામે રહેતા ફરિયાદી અશોકચંદ્ર કિશોરચંદ્ર દાસાણી તથા આરોપી આશિષ હર્ષદકુમાર દાસાણીની દુકાન બાજુ બાજુમાં હોય જેથી વેપાર બાબતે મનદુઃખ થતા આરોપી આશિષ દાસાણી તથા નીરજ હર્ષદકુમાર દાસાણી નાઓએ લોખંડનો પાઇપ તથા લાકડી વડે ફરિયાદી અશોકચંદ્રને માથાના ભાગે તથા ડાબા હાથમાં માર મારી નાની મોટી ઇજાઓ પહોંચાડી ગાળો ભાંડયાના આ સમગ્ર મામલે ફરિયાદી અશોકચંદ્રએ ઉપરોક્ત આરોપી વિરુદ્ધ કલ્યાણપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી નીરજ હર્ષદરાય દાસાણી તથા આરોપી અશોકચંદ્ર કિશોરચંદ્ર દાસાણીની ખાણી પીણીની દુકાન બાજુ બાજુમાં હોય,આ બાબતે અવારનવાર મનદુઃખ ચાલતું હતું. આ બાબતનો ખાર રાખી ફરિયાદી નીરજની દુકાને આરોપી અશોકચંદ્રએ હાથમાં લાકડી વડે ફરિયાદી નીરજના માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ આરોપી હેનિશ અશોકચંદ્ર દાસાણીએ નીરજને મુંઢ ઇજા પહોંચાડી ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા ઉકત મામલે ફરિયાદી નીરજએ ઉપરોકત આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...