ટ્રેનની ટ્રીપ્સ બદલાયેલા સમય સાથે લંબાઈ:પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ઓખા વચ્ચે ચાલતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ બદલાયેલા સમય સાથે લંબાવવામાં આવી

દ્વારકા ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ઓખા વચ્ચે ચાલતી જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સને બદલાયેલા સમય સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અમદાવાદ-ઓખા ટ્રેન સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જેની 16 ટ્રીપ્સ હશે. જેનો નંબર 09435/09436 રહેશે.

ટ્રેનની ટ્રીપ્સને બદલાયેલા સમય સાથે લંબાવવાનો નિર્ણય લેવાયો
ટ્રેન નંબર 09435 અમદાવાદ ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી રાત્રે 23.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 3 સપ્ટેમ્બર, 2022 થી 22 ઓક્ટોબર, 2022 સુધી દર શનિવારે ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી રાત્રે 23:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 4 સપ્ટેમ્બર, 2022 થી 23 ઓક્ટોબર, 2022 સુધી દર રવિવારે ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ છે.

અન્ય સમાચારો પણ છે...