• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Ferryboat Service Stopped In Okha Due To Strong Winds, Pilgrims Were Disappointed Not To See Lord Dwarkadhish's Queen's Abode

બેટ દ્વારકામાં ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો:ઓખામાં તેજ પવન ફુંકાતા ફેરીબોટ સેવા બંધ કરાઇ, યાત્રીકોને ભગવાન દ્વારકાધીશના રાણીવાસના દર્શન ન થતા થયા નિરાશ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકામાં ગતરાત્રિથી પવનમાં વધારો થતા ભારે પવન ફુકાતા ઓખા થી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસને બંધ કરવામાં આવી હતી. જીએમબી દ્વારા આ નિર્ણય યાત્રિકોની સુખાકારી માટે લેવાયો હતો.

યાત્રિકોની સુરક્ષાને લઇ નિર્ણય લેવામાં આવ્યો
દેશ પરદેશથી દ્વારકા ભગવાન કાળીયા ઠાકોરના ચરણોમાં શીષ ઝુકાવવા યાત્રિકો આવતા હોય છે. ત્યારે યાત્રિકો ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં પણ અચૂક જતા હોય છે. ત્યારે ઓખા થી બેટ દ્વારકા જવા બેટ દ્વારકા ટાપુ હોવાના હિસાબે બોટ મારફત જવું પડે છે. આ ફેરીબોટનું સંચાલન કરતી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આજે સવારથી ફેરીબોટ સેવા બંધ કરાઈ હતી. કારણ કે બેટ દ્વારકા જતી ફેરિબોટ સર્વિસ ભારે પવન અને મોજાના કારણે કાંઠે લગાવી ન શકાવાની સ્થિતિ થતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ જીએમબીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા જવાનો તૈનાત
યાત્રાધામ બેટ દ્વારકા જતા પ્રવાસીઓ ફેરીબોટ સર્વીસ બંધ કરાતા પાછા ફર્યા હતા. અને ભગવાન દ્વારકાધીશના રાણીવાસના દર્શન ન થતા નીરાશ થયા હતા. ઓખા મરીન પોલીસ પીઆઇ દેવ વાંઝા દ્વારા ઓખા જેટી પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા જવાનો તૈનાત પણ કરાયા છે. અને પવન તથા મોજા શાંત થતાં ફરી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...