દર્દીઓને મળી વિનામૂલ્યે સારવાર:ખંભાળિયાની માનવ સેવા સમિતિ દ્વારા નેત્ર કેમ્પ યોજાયો; વિસ્તારના 57 જેટલા દર્દીઓએ સારવારનો લાભ લીધો

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવસેવા સમિતિના ઉપક્રમે તાજેતરમાં અત્રે જામનગર રોડ ઉપર આવેલી લલીતાબેન પ્રેમજીભાઈ બદિયાણી હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે નિદાન તથા સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના 57 જેટલા દર્દીઓએ સારવાર લઈ લાભ મેળવ્યો હતો. આ નેત્ર કેમ્પમાં 20 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત જણાતા તેઓને આ જ દિવસે બસ મારફતે વીરનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા. અહીં આધુનિક પદ્ધતિથી તેમની આંખોનું ઓપરેશન કરી નેત્રમણી પણ બેસાડી આપવામાં આવ્યો હતો.

57 જેટલા દર્દીઓએ સારવાર લઈ લાભ મેળવ્યો
આ સેવા કેમ્પ માટે વીરનગરના શિવાનંદ મિશન હોસ્પિટલના નિષ્ણાત તબીબો તથા ટેકનીશીયનોએ તેમની સેવાઓ આપી હતી. આ કેમ્પ દરમિયાન સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી અને ટ્રેઝરર જગદીશભાઈ ચાવડાએ ખાસ ઉપસ્થિત રહી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પ માટે સંસ્થાના સેક્રેટરી મનુભાઈ પાબારી, ટ્રસ્ટી નાથાલાલભાઈ બદિયાણી, વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટ, વિગેરે જહેમત ઉઠાવી હતી. આ પ્રકારનો કેમ્પ આગામી રવિવાર તારીખ 30 ઓક્ટોબરના રોજ જામનગર હાઈવે પર આવેલી એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે યોજવામાં આવશે તેમ સંસ્થાની એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...