દરીયામાં માછીમારોને જવાની મનાઇ ફરમાવવમાં આવી...
દ્વારકાનો દરીયો હરહંમેશ સવેંદનશીલ રહ્યો છે. તે માટે સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવેલ છે. જેમા દ્વારકા નૌ સેના દ્વારા સમયાંતરે ગોલાબારી ફાયરીંગની પ્રેક્ટિસ હાથ ધરાતી હોય છે.
આવતી તા. 10/03/23ના રોજ સમય 08.00થી લઇને 13.00 કલાક સુધી ફરી એક વખત ગોલાબારી ફાયરીંગની પ્રેક્ટિસ નૌ સેના દ્વારા કરવામાં આવનાર છે. ઓખાથી સમુદ્ર તરફ (300") T TO 020" (T) તટથી લગભગ 5 નોટીકલ માઇલ (22*28.64 N, 069* 04.05 E) દુર સુધીના અને ગોલાબારી ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોય, ઓખા, બેટ, રૂપેણ, સલાયા તથા જીલ્લાના તમામ કેન્દ્ર ખાતેથી દરીયાઇ વિસ્તારને ભયજનક ખતરનાક વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. જેથી આ વિસ્તારમાં માછીમારોને ન જવા સુચના મત્સ્ય ઉદ્યોગ કચેરી ઓખા દ્વારા સૂચના આપવામાં આવેલ છે. શઢ વાળી બોટ કે કોઇ અન્ય બોટ દરીયામાં તે વિસ્તારમાં હોય તો તેને ત્યાંથી કીનારે આવી જવાની સુચના મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા આપવામાં આવેલી છે.
ભાજપ કાર્યાલય ખાતે કારોબારી બેઠક યોજાઇ
ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બુથ સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત શહેર તથા તાલુકાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગના પ્રારંભે શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા મિટિંગનો હેતુ જણાવ્યા બાદ આગેવાનો દ્વારા નવ નિયુક્ત પ્રમુખ મયુર ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિતેન્દ્રભાઈ આચાર્યએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પેજ સમિતિ તથા બુથ કમિટીમાં સંકલન કરવા માટે કાર્યક્રમ તથા મિટિંગ યોજી અને રૂબરૂ મુલાકાતો બાદ તારીખ 18 માર્ચ સુધીમાં તમામ બાબત તૈયાર કરી રિપોર્ટિંગ કરવા જણાવાયું હતું. આ સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમ પણ યોજાયો હતો.
પ્રદેશ ભાજપ મહામંત્રીના જન્મદિવસે સેવાકાર્યો...
ગુજરાતના પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાના આજરોજ જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કન્વીનર હાર્દિક મોટાણી તથા સલાયા શહેર ભાજપના મહામંત્રી લાલજી ભુવા દ્વારા સલાયા વિસ્તારની ઝુપડપટ્ટીમાં બાળકોને ફળ તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.