મતદારોને માહિતગાર કરાયા:દ્વારકાના ખંભાળિયા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ઇવીએમ-વીવીપેટ મશીનનું નિદર્શન કરાયું

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે મતદારોમાં જાગૃતિ ફેલાય તે માટે તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ખંભાળિયામાં શનિવારે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમમાં વિવિધ વિભાગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ અંતર્ગત તંત્ર દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાય તેમજ મતદારો દ્વારા મતદાન કેવી રીતે કરવું તેના માટે ઈવીએમ મશીન ઉપયોગ વિશે મતદારોને માહિતગાર કર્યા હતા. અહીં મતદારોને ઈવીએમ અને વીવીપેટ મશીન ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...