દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લાના જુદા જુદા તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના માર્ગ પર પોલીસ તંત્ર દ્વારા આશરે અડધો ડઝન જેટલી નાની-મોટી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં પોલીસ તથા સુરક્ષા એજન્સીઓના જવાનો દ્વારા આ માર્ગ પરથી પસાર થતા તમામ વાહનોનું કડક હાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી કંઈ વાંધાજનક સાહિત્ય કે ચીજ વસ્તુઓ મળી આવી નથી.
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઇ ચુનાવ પાઠશાળા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા માટે તા. 1ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે જિલ્લાના મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. જે અંતર્ગત મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ખંભાળિયા તાલુકાના ભાડથર અને સલાયા નગરપાલીકા વિસ્તારમાં ચુનાવ પાઠશાળા યોજવામાં આવી હતી. લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા, મતદાતાઓને તેમના મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં અન્ય લોકોને પણ મતદાન કરવા અંગે પ્રેરણા આપવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.