વિધાનસભા ચૂંટણી 2022:ખંભાળિયામાં ચૂંટણી સંદર્ભે પોલીસની ફ્લેગ માર્ચ; મતદાન જાગૃતિના સંદેશા સાથે જિલ્લામાં 'અવસર રથ'નું પ્રસ્થાન

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા પણ સક્રિય રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી અવસર રથ ભ્રમણ કરશે.

આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના દરિયાઈ કાંઠાના વિસ્તાર એવા વાડીનાર મરીન વિસ્તારમાં પોલીસ દ્વારા સી.એ.પી.એફ.ને સાથે રાખીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. યુ.બી.અખેડ તથા સી.એ.પી.એફ.ના જવાનોએ વાડીનાર તથા ભરાણા ગામના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ અંગેની કામગીરી કરી હતી. ચૂંટણી સંદર્ભે મહત્વના એવા વાડીનાર તથા ભરાણા ગામે મરીન પોલીસ સ્ટાફ તેમજ અન્ય એજન્સીના જવાનોએ ફ્લેગ માર્ચ કરતાં ગુનાહિત માનસ ધરાવતા તત્વો ભોંભિતર થઈ ગયા હતા.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત અવસર રથ દ્વારા સમગ્ર જિલ્લામાં લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે. જે અંતર્ગત મંગળવારે અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતેથી અવસર રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ ભાણવડ, ભાડથર, લાલપરડા, વિરમદળ, ધરમપુર સહિતના વિસ્તારોમાં તેમજ આ બેઠકના તમામ મત વિસ્તારો ખાતે “અવસર રથ” દ્વારા લોકોને મતદાન કરવા અપીલ કરી, મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...